નખત્રાણા નવા નગરમાં ગંદકીનો ઢગલો : સ્વચ્છતા અભિયાન ફક્ત ફોટોમાં જ સીમિત ?

0
નખત્રાણા : કચ્છ જિલ્લામાં એક તરફ સ્વચ્છતા અભિયાનના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ નખત્રાણા ગામના નવા નગર વિસ્તારમાં ગંભીર ગંદકીની સમસ્યા સામે આવી રહી છે.
અહીં જ્યાં નજર કરો ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.ખાસ કરીને નવા નગર વિસ્તાર અને બસ સ્ટેશન તરફ ગંદકીનું પ્રમાણ વધુ જોવા મળે છે. કચરાની યોગ્ય રીતે સફાઈ ન થતા દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ રોગચાળો ફેલાવાનો ભય પણ ઉભો થયો છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નેતાઓ અને જવાબદાર અધિકારીઓ સ્વચ્છતા અંગે ફક્ત ફોટોશૂટ અને દેખાવમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. નિયમિત સફાઈ અને કચરા ઉઠાવવાની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક અસરથી સફાઈ વ્યવસ્થા સુધારવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે.
અહેવાલ : સી.કે.નાથ ( નખત્રાણા)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top