ભચાઉ શહેરમાં ગટર અને ખરાબ રસ્તાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ, વોર્ડ કાઉન્સિલર ગાયબ હોવાના આક્ષેપ

0
ભચાઉ શહેરના વોર્ડ નંબર 5, હિંમતપૂરા વિસ્તારમાં મંગલેશ્વર મંદિરની બાજુની શેરીમાં ઉભરતી ગટર અને ખરાબ રોડની સમસ્યાને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ગટરનું ગંદુ પાણી ભરાઈ જતાં લોકોને રોજબરોજ અવરજવર કરવા મુશ્કેલી પડી રહી છે અને ગંદકીમાંથી પસાર થવું પડે છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વધુમાં, વોર્ડના કાઉન્સિલર પણ સમસ્યા અંગે ધ્યાન આપતા નથી અને ગાયબ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ભચાઉ શહેરના અન્ય વિસ્તારોમાં પણ રોડ અને ગટરની આવી જ સમસ્યાઓ જોવા મળી રહી છે, જેના કારણે નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં એવો રોષ છે કે, નગરપાલિકા દ્વારા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે, જ્યારે ગરીબ વર્ગ પર કાર્યવાહી કરવામાં વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.સ્થાનિક લોકોએ તાત્કાલિક ગટર સફાઈ અને રોડ મરામતની માંગ સાથે ભચાઉ નગરપાલિકાને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top