ભચાઉ પોલીસ દ્વારા ચોબારી ગામે લોક સંવાદ, સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ અભિયાન

0
આજ રોજ ભચાઉ પોલીસ સ્ટેશનના ચોબારી આઉટ પોસ્ટ હેઠળના ચોબારી ગામે ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલા સાહેબે ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ, સામાજિક તથા રાજકીય આગેવાનો તેમજ સિનિયર સિટિઝન્સ સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે ગામના આગેવાનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને ગ્રામજનોને વધતા સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા પર ભાર મુકાયો હતો. સાથે જ ગામમાં સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરા લગાડવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ગ્રામજનોને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે ગામના આગેવાનો અને રહેવાસીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલા સાહેબનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભચાઉ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top