પ્રોહિબીશનનો કેસ શોધી કાઢતી લાકડીયા પોલીસ

0
પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓના આધારે લાકડીયા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.મે. પોલીસ મહાનિરિક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, ભુજ), મે. પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા મે. નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ, લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.પી. આહીર અને તેમની ટીમ દ્વારા રાધનપુર-સામખીયાળી હાઈવે પર વાહન ચેકિંગ દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી.
ચેકિંગ દરમ્યાન રાધનપુર તરફથી આવતી સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર (રજી. નં. GJ-39-CB-7937) ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલકે ગાડી ઉભી રાખ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરતા, પીપરાપાટી ત્રણ રસ્તા નજીક નવો બનતો રોડ ઉપર કાર સિમેન્ટના બ્રિક્સ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા કારની તપાસ કરતા, અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી જથ્થો મળી આવ્યો હતો. જેમાં ખાખી રંગના બોક્સમાં વ્હાઈટ લેશ વોડકા (ઓરેન્જ ફ્લેવર, "ફોર સેલ ઈન રાજસ્થાન") ના 180 મી.લિ.ના કુલ 624 ક્વાર્ટર મળી આવ્યા હતા, જેમની કુલ કિંમત રૂ. 1,71,600 થાય છે.
કબ્જે કરેલ મુદ્દામાલ: દારૂની ક્વાર્ટર: 624 નંગ – રૂ. 1,71,600/-,હ્યુન્ડાઈ ક્રેટા કાર – રૂ. 6,00,000/-કુલ મુદ્દામાલ કિંમત: રૂ. 7,71,600/-
  આ મામલે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ તથા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સફળ કામગીરી લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.પી. આહીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top