ભચાઉ તાલુકાના રામપર ગામે પરિવાર પર હથિયારોથી હુમલો, 28 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

0
ભચાઉ તાલુકાના રામપર ગામે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે એક પરિવાર પર ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગામમાં પ્રમુખ પદને લઈને થયેલા મનદુઃખને કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદ અનુસાર, અડધી રાતે આશરે 25થી વધુ ઈસમોએ ગેરકાયદેસર રીતે ભેગા થઈ ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ બંદૂક, ધારિયા, કુહાડી જેવા જીવલેણ હથિયારો સાથે પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો તેમજ ઘર અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.આ બનાવ અંગે નીચેના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે:
(૧) નારણ રવા સંઘાર, (૨) રામજી સના સંઘાર, (૩) દિનેશ કાનજી સંઘાર, (૪) લાલજી સંઘાર, (૫) લાલજી કાનજી સંઘાર, (૬) કિશન સંઘાર, (૭) કરણ પપ્પુ સંઘાર, (૮) મયુર રામજી સંઘાર, (૯) કરણ વેરા સંઘાર, (૧૦) નવીન પેથા સિયારીયા, (૧૧) વિરમ નારણ સંઘાર, (૧૨) રાહુલ હોથી છુછીયા, (૧૩) મહેશ વાઘા સિયારીયા, (૧૪) જીગર રામજી સંઘાર, (૧૫) અલ્પેશ જગા સંઘાર, (૧૬) સંજય લાખા શિણાય, (૧૭) પપ્પુ રણમલ સંઘાર, (૧૮) મનોજ જગા સંઘાર, (૧૯) અર્જુન પપ્પુ સંઘાર, (૨૦) સુરેશ જગા સંઘાર, (૨૧) વેરા ખીમા સંઘાર, (૨૨) રાજેશ પપ્પુ સંઘાર, (૨૩) ધનજી નારણ સંઘાર, (૨૪) લખમણ સના સંઘાર, (૨૫) આનંદ સુખદેવ મણકા, (૨૬) હિરેન નારણ સંઘાર, (૨૭) નરેન્દ્ર કાનજી સંઘાર, (૨૮) વનરાજ વાઘા સિયારીયા.આ ઘટનાને લઈને સામખીયારી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા જણાવાયું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વધુ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top