રામપર ગામે ચકચારી મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં સામખીયારી પોલીસની ત્વરિત કાર્યવાહી

0
રામપર ગામે થયેલ ચકચારી મારામારી તથા ફાયરિંગની ઘટનામાં સામખીયારી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, મહે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ, પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ, તેમજ શ્રી સાગર સાંબડા સાહેબ,
નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ, શ્રી જે.એમ. ઝાલા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર અને સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા ખાસ ટીમો બનાવી ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ હથિયારો તથા વાહનો કબ્જે કરવામાં આવ્યા છે અને કુલ 24 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અંગે સામખીયારી પોલીસ સ્ટેશનમાં ગુનો નં. 11993001260105/2026 તરીકે નોંધાયો છે, જેમાં BNS કલમ 109(1), 115(2), 118(1), 189(2), 191(2)(3), 190, 324(4), 125(A), 351(2)(3), 296(B), 61(2) તેમજ જી.પી. એક્ટ કલમ 135 અને આર્મ્સ એક્ટ કલમ 25(1-B)(A) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓમાં નારણભાઈ રવાભાઈ સંઘાર, વિરમભાઈ નારણભાઈ સંઘાર, રામજીભાઈ સનાભાઈ સંઘાર, રાહુલભાઈ હોથીભાઈ છુછીયા સહિત કુલ 24 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે તમામ ભચાઉ તાલુકાના શિકરા તથા આસપાસના વિસ્તારોના રહેવાસીઓ છે.સામખીયારી પોલીસ દ્વારા કરાયેલ આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. આગળની તપાસ ચાલુ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top