ભચાઉ પોલીસની સરાહનીય કામગીરી: ગુમ મોબાઈલ શોધી પરત આપ્યા...

0
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરજદારોના ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી પરત આપતા પોલીસએ ફરી એકવાર “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્રને સાર્થક બનાવ્યું છે. “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સુરક્ષા સાથે સેવા આપવાની જવાબદારી નિભાવતા પોલીસે કુલ ૬ મોબાઈલ ફોન, જેની અંદાજીત કિંમત રૂ. ૧,૪૦,૫૦૦/- થાય છે, CEIR પોર્ટલ મારફતે શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા છે.રાજ્યના ડી.જી.પી. તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધે તે હેતુસર આવા લોકહિતના કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલાએ આગેવાની લઈને ટેકનિકલ સોર્સ અને CEIR પોર્ટલનો ઉપયોગ કરી મોબાઈલ ટ્રેસ કરવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. સતત મોનિટરિંગ અને પ્રયાસોના પરિણામે ગુમ થયેલ મોબાઈલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા.આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ શ્રીરામભાઈ જોષી તથા આઈટી એક્સપર્ટ શીવાનીબેન હડિયાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પોલીસની આ કામગીરીથી અરજદારોને મોટું આર્થિક નુકસાન ટળ્યું છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top