કકરવા ગામે ભચાઉ પોલીસ દ્વારા લોક સંવાદ, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

0
ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કકરવા ગામે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી હતી.
કાર્યક્રમમાં ગામના સરપંચ, સામાજિક તથા રાજકીય આગેવાનો તેમજ સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા.લોક સંવાદ દરમિયાન પોલીસ દ્વારા ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને વધતા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવામાં આવી અને લોકો ને અજાણ્યા કોલ, લિંક્સ અને ઓનલાઈન ઠગાઈથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.સાથે જ ગામમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલ જળવાઈ રહે તે માટે સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ અંતે ગ્રામજનો દ્વારા ભચાઉ પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા લોક સંવાદ કાર્યક્રમો યોજવા માંગ વ્યક્ત કરવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top