રાપર ટાઉનમાં થયેલ હત્યાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી રાપર પોલીસ

0
રાપર ટાઉનમાં બનેલા હત્યાના ગંભીર બનાવમાં રાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યા છે. મહે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કરોડીયા સાહેબ તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓ અટકાવવા તથા ઝડપથી શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11993010260142/2026 અંતર્ગત BNS કલમ 103(1), 115(2), 296(B), 3(5) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો.તા. 26/03/2026 ના રોજ રાત્રે ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના ઘર બહાર ગાળો બોલતા હોઈ, તેમને સમજાવતાં મનદુઃખ રાખીને આરોપીઓએ એકમતે ઝઘડો કરી દયારામ ઉર્ફ દયાલ બળદેવભાઈ કોલી (ઉંમર 23 વર્ષ)ને છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી.આ ગુનાની તપાસ દરમ્યાન રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડીયા સાહેબના નેતૃત્વ હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે આરોપી દિનેશ તળશી કોલી (ઉંમર 25 વર્ષ, રહે. ત્રિકમનગર, રાપર)ને તા. 27/03/2026ના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો.આ ઉપરાંત સહ-આરોપી પરબત પ્રતાપ કોલી (ઉંમર 45 વર્ષ)ને એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ દ્વારા ઝડપી પાડી રાપર પોલીસને સોપવામાં આવ્યો હતો.પકડાયેલા બંન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડીયા તથા રાપર પોલીસ સ્ટાફ અને એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે સંયુક્ત રીતે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top