ગાગોદર ખાતે ખનિજ ચોરી તપાસ દરમિયાન ટીમ પર હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ

0
ભુજ કચ્છમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પલ્લવકુમાર જીતેન્દ્રકુમાર યાદવે ગાગોદર સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન તપાસ દરમિયાન હુમલાની ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ તા. 27/03/2026ના રોજ અધિકારીના આદેશ મુજબ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા શંકાસ્પદ ડમ્પર અને હિટાચી મશીન જોવા મળ્યા હતા.
તપાસ દરમિયાન કેટલાક શખ્સોએ ટીમને રોકી ગાળો આપી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. પરબતભાઈ કોલી, પાંચાભાઈ કોલી અને રમેશભાઈ કોલી સહિતના આરોપીઓએ હથિયાર સાથે ધમકી આપી અને જાનથી મારી નાખવાની ચીમકી ઉચ્ચારી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓ દ્વારા પથ્થર અને લાકડી ફેંકતા અધિકારીને હાથમાં ઈજા પણ પહોંચી હતી.ઘટના બાદ ટીમના સભ્યોએ સારવાર મેળવી ગાગોદર પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top