ભચાઉમાં ચોરીના માલ સાથે ગેંગ ઝડપાઈ, 4.74 લાખનો મુદ્દામાલ કબ્જે

0
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અને છેતરપિંડી દ્વારા મેળવાયેલ કોપરની પટ્ટીઓ તથા લોખંડના ભંગાર સાથે આરોપીઓ ઝડપાયા— લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામની કાર્યવાહી
    પૂર્વ કચ્છ જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓ, ખાસ કરીને પવનચક્કીમાંથી થતી ચોરીઓને અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ ગાંધીધામ) દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય કામગીરી કરી રહી છે.આ દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.એમ.વાળા સાહેબની આગેવાની હેઠળ ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી
ત્યારે બાતમી મળેલ કે બે શખ્સો સ્વસ્તિક પેટ્રોલિયમ પાસે બોલેરો પીકઅપમાં કોપરની પટ્ટીઓ તથા લોખંડનો ભંગાર લઈને ઉભા છે.તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર તપાસ કરતા જીજે-૧૨-સીટી-૦૨૩૧ નંબરની બોલેરો પીકઅપમાં ત્રણ શખ્સો મળી આવ્યા. પૂછપરછ દરમિયાન તેઓએ જંગી ગામની સીમમાં આવેલી પવનચક્કીઓમાંથી અલગ-અલગ સમયે ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસે કોઈ કાયદેસર પુરાવા ન મળતા મુદ્દામાલ બી.એન.એસ./બી.એન.એન.એસ. કલમ મુજબ કબ્જે લઈ અને આરોપીઓને અટકાયત કરવામાં આવી.
પકડાયેલા આરોપીઓ: કૈલાશ માનસિંગ ખારોલ (ઉ.વ. ૩૪) રહે. વોંધ,મનજી લખુભાઈ આહિર (ઉ.વ. ૪૦) રહે. ભચાઉ,થાવર સામાભાઈ રબારી (ઉ.વ. ૪૦) રહે. શિકરા વોન્ટેડ આરોપીઓ: સહદેવ મગન મારાજ,રણજીત વિક્રમ રાઠોડ,જીતુ દેવશી ખારોલ,હરેશ રામાભાઈ કોલી કબ્જે કરેલ મુદ્દામાલ: કોપરની પટ્ટીઓ ૨૫૦ કિગ્રા (કિંમત ₹૧,૩૭,૫૦૦/-),લોખંડનો ભંગાર ૧૭૦૦ કિગ્રા (કિંમત ₹૩૭,૪૦૦/-),બોલેરો પીકઅપ (કિંમત ₹૩,૦૦,૦૦૦/-)
➡️ કુલ કિંમત: ₹૪,૭૪,૯૦૦/-
   પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
 આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.એમ.વાળા, પી.એસ.આઈ. શ્રી ડી.જી. પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. આગળની કાર્યવાહી માટે આરોપીઓને ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top