ભચાઉ પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર (દેશી બનાવટની બંદુક) સાથે એક આરોપીની ધરપકડ

0
પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો સામે સખત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલા સાહેબ દ્વારા સ્ટાફને હથિયાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ નામેરીભાઈ સોનારા દ્વારા મળેલી ખાનગી બાતમીના આધારે ગોલ્ડન હોટલ પાસે આવેલ બ્રિજ આગળના કાચા રસ્તા પરથી એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો.તપાસ દરમ્યાન તેની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદુક મળી આવી હતી. જેથી આરોપીને સ્થળ પર જ કાબૂમાં લઇ તેની સામે આર્મ્સ એક્ટ કલમ 25(1)(બી) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીનું નામ: અરમાનશા મામદશા દીવાન (ઉંમર 22 વર્ષ), ધંધો મજૂરી, મુળ રહેવાસી વર્ષામેડી તા. અંજાર, હાલ હિંમતપુરા વિસ્તાર, ભચાઉ.કબ્જે કરાયેલ મુદ્દામાલ: દેશી હાથ બનાવટની બંદુક (નંગ 01) અંદાજિત કિંમત રૂપિયા 5,000/-
   આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top