ભચાઉ પોલીસ પર ગંભીર આક્ષેપ: હુમલાના કેસમાં FIR લેવા ટાળટૂળ, પીડિતને ધમકીઓનો આરોપ

0
ભચાઉ શહેરના ફૂલવાડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બનેલા હુમલાના બનાવને લઈને ભચાઉ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, એક યુવક પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુવક ફૂલવાડી રોડ પરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને રોક્યો અને પાછળથી આવેલા બે અજાણ્યા ઈસમોએ તેના પર હુમલો કર્યો હતો.આ બનાવમાં યુવકને નાની મોટી ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક ભચાઉ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટર દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં યુવકને રજા આપવામાં આવી હતી.
પરંતુ, પીડિત યુવકના આક્ષેપ મુજબ, ભચાઉ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મીએ તેને ફરિયાદ નોંધાવવા બદલે પોલીસ મથકે બોલાવી ખોટી ફરિયાદમાં ફસાવવાની ધમકી આપી હતી. ઉપરાંત, એક અન્ય વ્યક્તિ દ્વારા પણ ફરિયાદીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે ભચાઉ ટાઉન વિસ્તારમાં કેટલાક પોલીસ કર્મીઓ ફરિયાદ લેવા બાબતે ઉદાસીનતા દાખવી રહ્યા છે. પીડિતનો દાવો છે
કે ફરિયાદ નોંધાવવા માટે સતત “તા...તા...” કરાવીને તેને પરેશાન કરવામાં આવી રહ્યો છે.આ મામલે વધુ ગંભીર સ્થિતિ એ છે કે, જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો પીડિત યુવક પૂર્વ કચ્છ SP કચેરી બહાર આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરી શકે તેવા એંધાણ વ્યક્ત થઈ રહ્યા છે.જાણવા મળે છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા તેમજ ફરિયાદીઓને યોગ્ય ન્યાય આપવા સૂચનાઓ આપવામાં આવી છે, છતાં પણ આ મામલે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું આ બનાવમાં યોગ્ય તપાસ થશે કે નહીં? અને પીડિતને ન્યાય મળશે કે નહીં — તે જોવાનું રહ્યું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top