ભચાઉ ટાઉનમાં પોલીસ પર મોટો પ્રેશર: FIR ન લેતા અને ગેરકાયદેસર ધંધાઓને મળતી છૂટ સામે લોકોમાં રોષ

0
ભચાઉ શહેરના ટાઉન વિસ્તારમાં પોલીસ તંત્ર સામે હવે ભારે પ્રેશર સર્જાયું છે. સ્થાનિકોમાંથી ઉઠેલા આક્ષેપો મુજબ, એક પોલીસ કર્મી દ્વારા FIR નોંધવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે અને ફરિયાદ કરવા આવતા લોકોને ડરાવીને પરત મોકલવાના બનાવો સામે આવી રહ્યા છે.વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ અને ગેરકાયદેસર ભંગાર જેવા બે નંબરના ધંધાઓ બેફામ રીતે ચાલી રહ્યા હોવાના આક્ષેપો છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય લોકોમાં અસંતોષ અને રોષ વધી રહ્યો છે.
લોકોનું કહેવું છે કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ કેટલાક કર્મચારીઓની નિષ્ક્રિયતા કારણે ગુનાખોરીને પ્રોત્સાહન મળી રહ્યું છે.તાજેતરમાં જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક થવા છતાં, અસરકારક પરિણામો માટે યોગ્ય વિસ્તારમાં કડક અને જવાબદાર સ્ટાફ મુકવાની જરૂરિયાત ઉભી થઈ છે.સ્થાનિક નાગરિકો અને સમાજના આગેવાનો દ્વારા હવે ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચાડવામાં આવી રહ્યો છે અને નિષ્પક્ષ તપાસ સાથે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top