આધોઇ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના વિજયસિંહ વિક્રમસિંહ જાડેજાનો ભવ્ય વિજય
April 28, 2026
0
આધોઇ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયસિંહ વિક્રમસિંહ જાડેજાએ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ચૂંટણી દરમિયાન મતદાતાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું અને અંતે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીત અપાવી હતી.આ જીત સાથે ભાજપે આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે. વિજયસિંહ જાડેજાની જીતને પગલે ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.વિજય પછી વિજયસિંહ જાડેજાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કામ કરશે અને જનતાની આશાઓ પર ખરા ઉતરવા પ્રયત્નશીલ રહેશે.
Share to other apps

