આધોઇ ૧ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
April 28, 2026
0
આધોઇ ૧ તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગીતાબેન અમરતલાલ ભટ્ટીએ જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નોંધાવ્યો છે. મતગણતરી પૂર્ણ થતાં જ ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને વિજયની ઉજવણી કરવામાં આવી હતી.આ જીત માટે ગીતાબેન ભટ્ટીએ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ વિજય લોકોના વિશ્વાસ અને વિકાસના કાર્ય પર મળેલ મંડેટ છે. તેમણે આગળ પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહીને કામ કરવાની ખાતરી આપી હતી.સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા વિજેતા ઉમેદવારનું ફૂલહારોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિજયને લઈને વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
Tags
Share to other apps

