ખારોઈમાં બેફામ રેતી ચોરી: ખનિજ વિભાગ ઊંઘમાં?

0
ભચાઉ તાલુકાના ખારોઈ વિસ્તારમાં મીઠી રેતીના ગેરકાયદેસર ખનન અને વેપાર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ દિવસ-રાત ડમ્પરો દ્વારા રેતીની ચોરી થઈ રહી છે અને આજુબાજુના વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.ખારોઈ, કકરવા અને ભરુડીયા જેવા વિસ્તારોમાં ખનિજ ચોરીનું જાળું વિસ્તરી રહ્યું હોવાનું કહેવાય છે. ભૂમાફિયા દ્વારા સરકારી જમીનો પર કબજો કરીને રેતી અને માટીનું ગેરકાયદેસર ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે, જે નિયમોનો ખુલ્લેઆમ ભંગ ગણાય છે.આ સમગ્ર મામલે પ્રશ્ન ઊભો થાય છે કે ભચાઉના જવાબદાર અધિકારીઓને આ અંગે માહિતી છે કે નહીં? જો છે, તો કાર્યવાહી કેમ નથી થઈ રહી? પૂર્વ કચ્છના ખાણ-ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે, ગેરકાયદેસર ખનન રોકવામાં આવે અને સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે ખનિજ વિભાગ ક્યારે જાગે છે અને આ ગેરરીતિઓ પર કાબૂ મેળવે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top