ભચાઉમાં મતગણતરી શરૂ: પ્રથમ જીતનો ખાતો કોણ ખોલશે?

0
ભચાઉ તાલુકાના વોંધ નજીક આવેલી આઈટી.આઈ ખાતે આજે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠકો માટે મતગણતરી શરૂ થઈ છે. કડક પોલીસ બંદોબસ્ત અને ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાઈ રહી છે.પ્રારંભિક તબક્કામાં આધોઈ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત બેઠકની મતગણતરી શરૂ કરાઈ છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી રહી છે.મતગણતરી આગળ વધતા ધીમે ધીમે પરિણામો સ્પષ્ટ બનશે અને કોણ આગળ નીકળશે તે અંગે ચિત્ર સાફ થવાનું શરૂ થશે. હાલ સૌની નજર પ્રથમ પરિણામ પર ટકેલી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top