ભચાઉ પો.સ્ટે ખાતે નોંધાયેલા રાયોટીંગ તથા ધાડના ગંભીર ગુનામાં ભચાઉ પોલીસે પ્રશંસનીય કામગીરી દાખવી છે. તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ નોંધાયેલા ગુના નં. ૧૧૯૯૩૦૦૪૨૬૦૨૯૨/૨૦૨૬ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા (બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર (પૂર્વ-કચ્છ ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ઝાલાના નેતૃત્વમાં ટીમે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા.
પકડાયેલ આરોપીઓ:
1) સલીમ ઇસ્માઈલ કુંભાર (ઉ.વ. ૨૯), રહે. મદીનાનગર, ભચાઉ
2)રફીક મોહમદ લંઘા (ઉ.વ. ૪૦), રહે. હિંમતપુરા બોડીંગ રોડ, ભચાઉ
3)ગફુર આમદ કુંભાર (ઉ.વ. ૩૮), રહે. મદીનાનગર, ભચાઉ
પકડવાના બાકી આરોપીઓ
૧)મુસ્તાક ઉમર કુંભાર (ભચાઉ)
૨)એક અજાણ્યો ઇસમ
૩)કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.બી. તરાર તથા ભચાઉ પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભચાઉ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.