જનવિશ્વાસનો ઐતિહાસિક વિજય – ભચાઉ ખાતે ભાજપનો વિજયોત્સવ

0
પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણી તેમજ ગુજરાતની ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય જનસમર્થન અને ઐતિહાસિક વિજય નિમિત્તે ભચાઉ ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો અને વિજયના નારા લગાવી ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.આ વિજયને જનતાના વિશ્વાસ અને પાર્ટીના નેતૃત્વ પ્રત્યેના સમર્થનનું પ્રતિબિંબ ગણાવી આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top