કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, અંજારનો ઐતિહાસિક પરિણામ — ધોરણ 12 (HSC) 2026માં ઉત્કૃષ્ટ સિદ્ધિ
May 05, 2026
0
કચ્છ જિલ્લાના પ્રતિષ્ઠિત કન્યાશાળા તરીકે ઓળખાતી કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, અંજાર દ્વારા ધોરણ ૧૨ (એચ.એસ.સી.) ૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ અને ગૌરવસભર પરિણામ હાંસલ કરવામાં આવ્યું છે, જે સમગ્ર જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી પેદા કરે છે.વિજ્ઞાન પ્રવાહમાં શાળાએ ૯૩.૩૩% જેટલું પ્રભાવશાળી પરિણામ નોંધાવ્યું છે, જેમાં ૧ વિદ્યાર્થિનીએ A1 ગ્રેડ અને ૧ વિદ્યાર્થિનીએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ ઊંચું કર્યું છે. સામાન્ય પ્રવાહમાં શાળાએ ૯૯% જેટલું અદ્વિતીય પરિણામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે, જેમાં કુલ ૩૦૦માંથી ૨૯૭ વિદ્યાર્થિનીઓ સફળ રહી છે.ખાસ ગૌરવની બાબત એ છે કે સામાન્ય પ્રવાહમાં ૬ વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ અને ૩૦ વિદ્યાર્થિનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આમ, બંને પ્રવાહો ભેગા કરીને કુલ ૩૮ વિદ્યાર્થિનીઓ A1 અને A2 ગ્રેડમાં સ્થાન પામી છે, જે શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા, યોગ્ય માર્ગદર્શન અને સંકલિત પ્રયાસોનું જીવંત ઉદાહરણ છે.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ દ્વારા શાળાના આ ભવ્ય પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શાળાના સતત પ્રગતિશીલ પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતીશાળાના આચાર્ય શ્રી વિપુલ ગોસ્વામીના દૃઢ માર્ગદર્શન, સુચારુ આયોજન અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુપરવાઇઝર શ્રીમતી કવિતાબેન ખોડીયાર તથા શ્રીમતી બીનાબેન ઠક્કર અને સમગ્ર શિક્ષકમંડળના સંયુક્ત પ્રયત્નોથી આ ગૌરવપૂર્ણ સિદ્ધિ શક્ય બની છે.આ ઉત્તમ પરિણામને પગલે શાળાની વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને શિક્ષકમંડળમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે. આ સિદ્ધિ ભવિષ્યમાં વધુ ઉત્તમ પરિણામો મેળવવા માટે પ્રેરણારૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે...
Share to other apps

