ભચાઉ શહેરમાં “ભાવો” બન્યો બુટલેગર ? પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

0
કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં દારૂબંધીના કાયદા વચ્ચે ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેપલાને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા લાંબા સમયથી ભચાઉ વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ અને સપ્લાયનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો હોવાની ચર્ચા લોકોમાં વ્યાપક બની છે. આ સમગ્ર મામલે “ભચાઉ પોલીસ મહેરબાન તો ભાવો બન્યો પહેલવાન” જેવી ટિપ્પણીઓ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ “ભાવો” નામનો શખ્સ શહેર અને આસપાસના વિસ્તારમાં નિર્ભય બની વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ છે
કે સ્થાનિક પોલીસને આ સમગ્ર પ્રવૃત્તિની જાણ હોવા છતાં અત્યાર સુધી કોઈ મોટી કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
લોકોમાં એવી પણ ચર્ચા છે કે ભાવાની કેટલીક પોલીસ અધિકારીઓ સાથે નજીકની ઉઠક-બેઠક હોવાને કારણે જ તે પોલીસની પકડથી દૂર રહ્યો છે.
ભચાઉ શહેરમાં દારૂબંધી હોવા છતાં જો ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો હોય તો તે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સામાન્ય નાગરિકોમાં ચર્ચા છે કે શું પોલીસની આંખ આડા કાનની નીતિના કારણે જ બુટલેગરોના હિંમત વધી રહી છે? કે પછી કોઈ “મીઠાઈ”ના લોભમાં કાયદાની અમલવારી નબળી પડી રહી છે?આ પહેલા પણ કચ્છના અનેક વિસ્તારોમાં બહારની એજન્સીઓ જેમ કે LCB અને અન્ય ટીમોએ દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી ચર્ચામાં આવી હતી. ત્યારે હવે ભચાઉમાં પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરશે કે ફરી કોઈ બહારની ટીમ દરોડો પાડી સમગ્ર મામલો બહાર લાવશે? દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની જવાબદારી પોલીસ તંત્રની હોય છે, ત્યારે ભચાઉ શહેરમાં ચાલતા આવા ખુલ્લા દારૂના વેપલાને લઈ લોકોમાં રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top