વીજ લાઇન-પોલના વળતરમાં ઐતિહાસિક વધારો: બજાર ભાવના બમણા દરે મળશે વળતર

0
રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરતાં વીજ લાઇન અને વીજ પોલ માટે લેવાતી જમીનના વળતર અંગે નવો પરિપત્ર બહાર પાડ્યો છે. નવા નિર્ણય મુજબ હવે ખેડૂતોને જંત્રીના દરને બદલે પ્રવર્તમાન બજાર ભાવના આધારે અને તે પણ બજાર ભાવના બમણા દરે (2 ગણું) વળતર ચૂકવવામાં આવશે.લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધ અને આંદોલન વચ્ચે રાજ્ય સરકારે આ નિર્ણય લેતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. અગાઉ જંત્રીના નીચા દરે વળતર મળતું હોવાના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ હતો.સરકારના નવા પરિપત્રથી વીજ લાઇન અને પોલ માટે જમીન આપનારા ખેડૂતોને વધુ યોગ્ય અને ન્યાયસંગત વળતર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નિર્ણયને ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નના સુખદ અંત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.જોકે, પરિપત્ર જાહેર થયા બાદ હવે ચાલી રહેલા ખેડૂત આંદોલનને યથાવત્ રાખવું કે સમેટી લેવું તે અંગે ખેડૂત સંગઠનો ટૂંક સમયમાં બેઠક કરીને નિર્ણય લેશે. ખેડૂતોના આગેવાનોના મતે પરિપત્રની સંપૂર્ણ અમલવારી અને તેની શરતોનો અભ્યાસ કર્યા બાદ જ આગામી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top