ખૂનની કોશિશના ગુનામાં 7 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભચાઉ પોલીસ

0
ભચાઉ પોલીસ દ્વારા ખૂનની કોશિશના ગંભીર ગુનામાં નોંધપાત્ર કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ સાત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરણ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓને રોકવા અને આરોપીઓને ઝડપી પકડવા માટે ભચાઉ પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. તા. 1 જુલાઈ, 2026ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે અકબર રફીકભાઈ ચૌહાણ, મુસ્તાક રફીકભાઈ ચૌહાણ, આસિફ નબી જુણેજા, નાસીર દાઉદભાઈ રાજા, જમીલ ગુલામહુસેન પઠાણ, સાહિલ અયુબભાઈ સોલંકી અને શરીફ મામદભાઈ કક્કલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top