શ્રી ગઢ ચોવીસી મેઘમારુ મહેશ્વરી સમાજ ટ્રસ્ટની નવી બોડીની રચના, હોદેદારોની સર્વાનુમતે વરણી

0
ભચાઉ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં શ્રી ગઢ ચોવીસી મેઘમારુ મહેશ્વરી સમાજના ટ્રસ્ટ રજિસ્ટ્રેશન તથા સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સમાજના આગેવાનો, વડીલો અને સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના ભાવિ કાર્યો, સમાજના વિકાસલક્ષી આયોજન તેમજ નવી કાર્યકારિણીની રચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠક દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સામાજિક એકતા, યુવાનોના માર્ગદર્શન અને સમાજહિતના વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ઉપસ્થિત સભ્યો દ્વારા ટ્રસ્ટને કાયદેસર રીતે મજબૂત બનાવી સમાજના હિતમાં વધુ અસરકારક કામગીરી હાથ ધરવા માટે સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સર્વાનુમતે નવી બોડીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી અમૃતભાઈ ભટ્ટીની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે શ્રી વસંતભાઈ મહેશ્વરી, સહ ઉપપ્રમુખ તરીકે શ્રી ઉગાભાઈ અરજણ ધેયડા, મંત્રી તરીકે શ્રી નાનજીભાઈ અરજણ કારિયા, સહમંત્રી તરીકે શ્રી રમેશભાઈ વેરા કારેટ, ખજાનચી તરીકે શ્રી માંલશીભાઈ બારૂપાર તથા સહખજાનચી તરીકે શ્રી ખુમાણભાઈ વણકરની નિમણૂક કરવામાં આવી હતી.આ ઉપરાંત સમાજના માર્ગદર્શન અને સલાહ માટે સલાહકાર તરીકે શ્રી ખેતશીભાઈ મારુની વરણી કરવામાં આવી હતી, જ્યારે સહ સલાહકાર તરીકે શ્રી રમેશભાઈ ભટ્ટીને જવાબદારી સોંપવામાં આવી હતી.નવી રચાયેલી ટીમના હોદેદારોએ સમાજના હિતને સર્વોપરી રાખી પારદર્શક, જવાબદાર અને વિકાસલક્ષી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમાજના વડીલો અને આગેવાનો દ્વારા નવી બોડીને શુભેચ્છાઓ પાઠવી સમાજના વિકાસ માટે એકજૂટ બની કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.બેઠકના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આભારવિધિ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા બેઠકને સફળ બનાવવા સહકાર આપનાર તમામ સભ્યોનો કૃતજ્ઞતા સાથે આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આવનારા સમયમાં ટ્રસ્ટ દ્વારા સમાજહિતના વિવિધ કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સામાજિક સેવા કાર્યો તથા યુવા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. નવી કાર્યકારિણીની રચનાથી સમાજના વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ : જયેશ ધેયડા ભચાઉ 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top