પ્રતિનિધિ: સી.કે.નાથ નખત્રાણા
નખત્રાણા પોલીસની સ્વચ્છતા ઝુંબેશ: શ્રમયજ્ઞથી સ્માર્ટ અને સ્વચ્છ પોલીસ સ્ટેશનનું નિર્માણ
July 31, 2026
0
નખત્રાણા પોલીસ સ્ટેશનને ખરા અર્થમાં સ્માર્ટ અને સ્વચ્છ પોલીસ સ્ટેશન બનાવવા માટે નખત્રાણા પોલીસ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પોલીસ કર્મચારીઓ, જીઆરડી તથા ટી.આર.બી.ના જવાનો અને પોલીસ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પીઆઈ એ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ તથા પીએસઆઈ રાજેશ બેગડિયાની ઉપસ્થિતિમાં સમગ્ર પોલીસ સ્ટેશન પરિસર, કમ્પાઉન્ડ,
ડીવાયએસપી ઓફિસના કમ્પાઉન્ડ સહિતના વિસ્તારોમાં શ્રમયજ્ઞ કરીને સફાઈ કરવામાં આવી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ જાતે જ સફાઈ કરી સ્વચ્છ કચેરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત પોલીસ સ્ટેશનના પરિસરમાં પક્ષીઓને પીવા માટે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા હતા, જે પ્રકૃતિ અને જીવદયા પ્રત્યેની સંવેદનશીલતાનું સુંદર ઉદાહરણ છે.નખત્રાણા પોલીસના આ પ્રયાસથી પોલીસ સ્ટેશન વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આકર્ષક બન્યું છે. આ પ્રસંગે અન્ય સરકારી કચેરીઓએ પણ પોતાના કાર્યસ્થળને સ્વચ્છ રાખવા માટે કર્મચારીઓ દ્વારા સમયાંતરે શ્રમયજ્ઞ યોજી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.નખત્રાણા પોલીસની આ સ્વચ્છતા ઝુંબેશને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહનીય પહેલ તરીકે બિરદાવવામાં આવી રહી છે.
Tags
Share to other apps

