Mission Fugitive હેઠળ લાકડીયા પોલીસની વધુ એક સફળતા, સાડા ત્રણ મહિનાથી નાસતા પ્રોહિબિશનના આરોપીની ધરપકડ
July 07, 2026
0
પૂર્વ કચ્છ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાયદાના હવાલે કરવા માટે ચલાવવામાં આવી રહેલા Mission Fugitive અભિયાન અંતર્ગત લાકડીયા પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ (ગાંધીધામ)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. ડુગસીયા તથા તેમની ટીમ દ્વારા સતત વોચ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.તપાસ દરમિયાન લાકડીયા પોલીસ સ્ટેશનના ગુના નં. 0053/2026 હેઠળ પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ), 65(ઈ), 116(બી), 81 અને 98(2) મુજબના ગુનામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી અલાઉદિન નાથાભાઈ સિંધી (ઉંમર 22 વર્ષ), રહે. મિયાણાવાસ, અમરાપુર-પાટી, તા. સમી, જી. પાટણને ઝડપી પાડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ. ડુગસીયા સાહેબના નેતૃત્વ હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Share to other apps

