ભચાઉ પોલીસે મારામારીના ગુનાના 4 આરોપીઓને ઝડપી પાડ્યા

0
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ, પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા ગુનાના આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભચાઉ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં (1) ભવાનભાઈ ખીમાભાઈ કોલી, (2) ગોપાલભાઈ ખીમાભાઈ કોલી, (3) મનિષભાઈ બાબુભાઈ કોલી અને (4) રમેશભાઈ ઉર્ફે રૂડાભાઈ બાબુભાઈ કોલી, તમામ રહે. મનફરા, તા. ભચાઉને ઝડપી પાડવામાં આવ્યા હતા.પકડાયેલા આરોપીઓ સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કામગીરી કરનાર: ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top