ગુજરાત આહીર સેના દ્વારા દ્વારિકાધીશ ને અધ્યક્ષ સ્થાને રાખી ૧૮ નવેમ્બર ને દિવસે વેરાવળ થી સોમનાથ મહાદેવ રેલી યોજી ગુજરાત આહીર સમાજ પ્રમુખ જવાહર ચાવડા, આહીર, ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ તથા આહીર સમાજ અગ્રણી હીરાભાઈ જૉટવા દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.
સોમનાથ ધજા ફરકાવ્યા બાદ રેલી આહીર કલાકાર ભાઈઓ તેમજ બહેનો દ્વારા આહીર શોર્ય ગાથા ના ગીતો ગાઈ વાતાવરણ દેશભકિત મય જોવા મળ્યું હતું.ભાલકાતીર્થ મુકામે દ્વજા ફરકાવ્યા બાદ પૂર્વ સૈનિકો નું મોમેંટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું.
ગુજરાત આહીર સેના દર શોર્ય દિવસ નિમિત્તે ગુજરાત માં જ્યા આહીરો નો ઈતિહાસ કંદેરાયેલ છે ત્યાં શોર્ય દિવસ ની ઉજવણી કરશે.
આવતા વર્ષે કરછ જિલ્લા વ્રજવાણી ધામ શોર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવશે.
કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર ગુજરાત માંથી આહીર સેના યુવાનો તેમજ બહેનો મોટી સંખ્યામાં પધારેલ હતા તેવું આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર દિપક આહીર એ જણાવ્યો હતો