ભચાઉ શહેરમાં ચાર રસ્તા પાસે અવર નવર ઓવર લોડ વાહન કારણે અવર નવર અકસ્માત થતાં હોય છે જેના કારણે અનેક લોકોના જીવો પણ જતાં હોય છે ખાખિનો તંત્ર દિન પ્રતિ દિન નિષ્ફળ જઈ રહ્યો છે શહેરમાં પોલીસ સ્ટાફ વધારવાની જરૂર છે જ્યારે અકસ્માત થાય ત્યારે નેતાઓ ગામની સંસ્થાન નાં આગેવાનો ચૂપ કેમ છે ? રજૂઆત કરવાની આવે ત્યારે નેતાઓ ચૂપ થઈ જાય છે આ અંગે તાત્કાલીક શહેરના પ્રશ્નો હલ કરવામાં માટે આ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ કહેતા હોય છે દર મહિને મીટીંગો કરીશું પણ ચૂંટાયા બાદ આ વિસ્તારને ભૂલી ગયા હોય તે લાગી રહો છે ખાલી ફોટો પડાવવા માટે આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ નીકળી પડે છે બાદ માં જીતેલા અને હારેલા નેતાઓ દેખાતા નથી આવનારી ચૂંટણી માં મતદારો આ નેતાઓને પૂછશે ? શહેરમાં ખૂટતી કડીઓ માટે આ નેતાઓ ક્યારે જાગશે ?કે હવે ક્યારે એવો સમય આવશે કે મતદારોએ જાગૃત થવો પડશે.
અહેવાલ જયેશ ધેયડા ભચાઉ