બ્યૂરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
બારડોલીના મોરી ગામેથી બ્લડ સેમ્પલનો જથ્થો મળતાં ખળભળાટ, આરોગ્ય વિભાગ થયું દોડતું
November 22, 2024
0
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદથી વાઘેચા થઈ મોરી જતા રોડ ઉપરથી જાહેર માર્ગ પરથી બ્લડ સેમ્પલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મોટી સંખ્યામાં બ્લડ લીધેલા સેમ્પલ અને સેમ્પલ ભરેલા કોથળાઓ રસ્તાની બાજુમાં આવેલા ઝાડી ઝાંખરીમાંથી મળી આવ્યા હતાં. જેથી સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા બારડોલી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.મુખ્ય માર્ગ પર આ આ બ્લડના સેમ્પલો મોટી માત્રામાં પડેલા જોવા મળ્યા હતા. મુખ્ય માર્ગ ઉપર જ નહીં. પરંતુ બાજુમાં ઝાડી જાખરામાંથી બ્લડ સેમ્પલ ભરેલા બે મોટા કોથળા પણ જોવા મળ્યા હતાં. જેમાં પાંચ હજારથી વધુ બ્લડ સેમ્પલ હોવાની પણ હોવાનું પણ ચર્ચા રહ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક બારડોલી પોલીસ તેમજ બારડોલી આરોગ્ય વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ત્યારે હવે આ બ્લડ સેમ્પલ કોઈક દ્વારા નાખી દેવાયા કે પછી વાહનમાં લઈ જતા પડી ગયાં એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મોટી માત્રામાં આ રીતે બ્લડ સેમ્પલ રસ્તે રઝળતા મળી આવતા સ્થાનિક આરોગ્ય વિભાગની પણ બેદરકારી અથવા ક્ષતિ ચોક્કસથી છતી થઈ છે.
Tags
Share to other apps