IAS નેહા કુમારી વિરૂદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા રજૂઆત
November 22, 2024
0
કચ્છમાં પડ્યા પડઘા IAS નેહા કુમારી વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કચ્છના અલગ અલગ મથકે રજૂઆત થઈ રહી છે અને આગામી સમય માં જન આંદોલન થશે તેવી એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે આજ ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા રમેશભાઈ થારું એ રજૂઆત કરી હતી આ ફરિયાદ માગે વિગત અનુસાર 90 ટકા દલિતો અને આદિવાસીઓ ખોટા કેસ કરે છે એવુ જાહેર માં કહી અને સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતી ને અપમાનિત કરનાર IAS નેહા કુમારી વિરુદ્ધ ગાંધીધામ બી ડીવીસન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ અરજી આપવામાં આવી હતી, જેમાં આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અગર આવી માનસિકતા ધરાવશે અને આવા નિવેદનો આપશે તો એ ખુબ ગંભીર બાબત છે, આવા નિવેદનો થકી અન્યો સમાજો વચ્ચે પણ વૈમનસ્ય ઉભું થશે જેથી આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર ના પગલાં લેવામાં આવે એવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના હોદેદારો તેમજ જાગૃત સમાજ ના આગેવાનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
Share to other apps