સામાન્ય માણસને યુરીયા ખાતર મેળવવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. પણ મોટા બે નંબરના ધંધાર્થીઓ સેટિંગ કરીને લાખો કરોડો રૂપિયાના ખાતર પ્રાઇવેટ કંપનીને આપે છે અથવા બ્લેકમાં વેચે છે. ત્યારે પુર્વ કચ્છના જાબાજ એસપીની આગેવાનીમાં પુર્વ કચ્છ SOGની ટીમે ભચાઉ વિસ્તારમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલ યુરીયા ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ભચાઉ વિસ્તારમાં બ્લેકમાં ખાતરની હેરાફેરી થતી હસે એટલે જ SOGએ રેડ કરી અને ભચાઉ પોલીસની આંખમાં અંધારું આવી ગયું હસે કદાચ એટલે આ ખાતરની હેરાફેરી ભચાઉ પોલીસને નહીં દેખાઈ હોય?? ભચાઉમાં એક નવી બ્લેક ક્રેટા ટોળકી તો તરક્કી કરી રહી છે પણ કદાચ એક સારા અધિકારીની જાણ બહાર હસે?? બ્લેક ક્રેટા ટોળકીને માત્ર તોડ પાણીમાં જ રસ છે??? ભચાઉ વિસ્તારમાં ફરતી એક ટોળકીએ તરક્કી કરી છે સ્વિફ્ટમાંથી નવી બ્લેક ક્રેટા લીધી પણ જો ACB આવા ભ્રસ્ટ અધિકારીની તપાસ કરે તો કેટલી બેનામી સંપત્તિ મળી શકે તેમ છે. જ્યારે ભચાઉ વિસ્તારમાં LCB અને SOGની ટીમ દિવસ રાત ઉજાગરા કરીને ગુના ડિટેકટ કરી રહી છે બે નંબરીયાઓને પકડી રહી છે. પણ સ્થાનિક પોલીસ કોની લાજ રાખી રહી છે?? પૂર્વ કચ્છ એસપી સાહેબે ભચાઉ વિસ્તારમાં જાબાજ અધિકારીને મૂકવા પડશે?? કદાચ હવે ગાંધીનગરથી એક ઊડતી ટીમ ભચાઉ વિસ્તારમાં ટૂંક સમયમાં આવી શકે તેવી શક્યતા છે??
ભચાઉમાં બે નંબરીયા ધંધાર્થીઓ પર LCB બાદ હવે SOGએ પણ કરી લાલ આંખ...
February 10, 2025
0
Tags
Share to other apps