
04 ફેબ્રુઆરી થી 06 ફેબ્રુઆરી 2025 સુધી SKGMS યુનિયન દ્વારા કંડલા પોર્ટ સંકુલ ના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા શ્રમિકો જેવાં કે ડોકર વર્કર, માછીમાર શ્રમિકો, રોડ ટ્રાન્સપોર્ટ શ્રમિકો, સપ્લાય ચેઇન વેયરહાઉસ શ્રમિકો, પબ્લિક ટ્રાન્સપોર્ટ શ્રમિકો ના વિવિધ સમસ્યાઓ અને સ્થિતિ માં સુધારા લાવવાના પ્રયાસો કરવા માટે સાગરખેડુ અને સામાન્ય શ્રમિક સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ના આયોજન માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રમિક નેતાઓ ની ટીમ કંડલા ખાતે આવી હતી
04 ફેબ્રુઆરી નાં ગાંધીધામ મધ્યે હોટલ રિનેસ્ટ માં SKGMS ના તમામ શ્રમિક વિભાગો જેવા કે ડોકર, ફિશરીઝ, રોડ ટ્રાન્સપોર્ટ, સપ્લાય ચેઇન વેયરહાઉસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગ ના લિડરો સાથે ચર્ચા કરવા માટે SKGMS અધ્યક્ષ સંતોષ મિશ્રાજી, સાથે બ્રધર્સ સ્કોટ મેકડાઈન ITF ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન ના એશિયા પેસિફિક ક્ષેત્રીય સચિવ, બ્રધર્સ ઈનરિકો ITF ડોકર્સ સેક્સન, ITF EB મેમ્બર અને ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાજી, સરકારી સેવા કર્મચારી સગઠન GSEA મોરિશિયસ ના પ્રમુખ પ્રકાશ બાલકરામ, ITF EB મેમ્બર અને NMGKS યુનિયન મહારાષ્ટ્ર ના અધ્યક્ષ મહેન્દ્ર ઘરત, NMGKS કાર્યકારી અધ્યક્ષ પી.કે રમન, INTUC ઇન્ડીયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ ચંન્દ્ર પ્રકાશ સિંહ, INTUC ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૈષધ દેસાઈ, સચિવ રાકેશ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર ગીરી ITF યુટુટ્યુ પ્રોજેક્ટ સમન્વયક ઉપસ્થિત રહ્યા જ્યાં તેઓએ શ્રમિકો ની વિવિધ સમસ્યાઓ સાંભળી અને તેની છણાવટ કરી હતી ત્યારબાદ 05 મી ફેબ્રુઆરી ના સવારે આંબેડકર નગર કાર્ગો ખાતે SKGMS પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગ ના જય ગોપાલ ઓટો રિક્ષા સ્ટેશન નુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સપ્લાય ચેઇન વેરહાઉસ ડોક અને લોડીંગ અનલોડીંગ કામ સાથે સંકળાયેલા શ્રમિકો સાથે મુલાકાત કરી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નેતા ઓ દ્રારા સભા સંબોધી કંડલા માં માછીમાર શ્રમિકો ના ઝુંપડા હટાવ્યા હતાં તે વિસ્તાર ની મુલાકાત લીધી હતી ત્યારબાદ મિઠાપોર્ટ કંડલા બંદર પર માછીમાર શ્રમિકો સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ મજદૂર ભવન આંબેડકર નગર કાર્ગો ખાતે જનસભા માં હાજરી આપી જ્યાં SKGMS ભારત અને GSEA મોરેશિયસ તેમજ TEU બિહાર સંગઠનો વચ્ચે શ્રમિકોના કલ્યાણ માટે એગ્રિમેન્ટો થયા તેમજ કંડલા પોર્ટ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટ બેઈજ કાર્ગો હેન્ડલિંગ કંપનીઓ સાથે સામૂહિક સોદાબાજી કરારો થયા હતા, તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારો ગીતા સિંહ ચિસ્તી અને નિશાર જાની દ્વારા કવ્વાલી સંગીત કાર્યક્રમ માં ભાગ ભજવ્યો હતો ત્યાર બાદ તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રમિક નેતાઓનુ મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ સંગઠન ના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનુ સંગઠન અધ્યક્ષ સંતોષ મિશ્રા દ્વારા સ્વાગત અને આભાર વિધિ કરવામાં આવી હતી
તારીખ 6 ફેબ્રુઆરી ના શ્રી કચ્છ જનરલ મજદૂર સંઘ હેડ ઓફિસ આદિપુર ખાતે પત્રકાર પરિષદ યોજી આંતરરાષ્ટ્રીય શ્રમિક નેતાઓ દ્વારા પોતાના અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સંગઠનના મહામંત્રી વંદના મિશ્રા સંયોજક ડૉ, શૈલેષ જોષી, પશ્ચિમ કચ્છ અધ્યક્ષ, મહેશ પંડયા, રાપર ટ્રાન્સપોર્ટ વિભાગના અધ્યક્ષ રામજીભાઈ રાજપુત ડોકર વિભાગના લાલજીભાઈ કારાભાઈ બડીયા, યુવા વિભાગના પપ્પુ પાસવાન ઇન્દ્રજીત યાદવ, ઉમેશ પાસવાન, ભોલા યાદવ, નંદે યાદવ,ભોલા ચૌહાણ મહિલા વિભાગના કંચનલતા સિદ્ધુ મુકતાબેન ખંડકા, હંસાબેન ગૌસ્વામી,દક્ષાબેન બારોટ, સિતાદેવી મુન્દ્રા ટ્રાન્સપોર્ટ વિભાગ ના વિજય સિંહ ચાવડા, ફિશરમેન વિભાગના હાજી હુસેન ચબા, હાસમવિરા કોરેજા, હાજી સાહેબ, ગની હારુંન મમણ, રાજેશ મુખીયા, મોતી યાદવ, સુધીર યાદવ, પવનસિંહ, અર્ચના શ્રીવાસ્તવ, પાયલ શ્રીવાસ્તવ જીતેન્દ્ર રવિદાસ, કાર્યાલય સચિવ મુકેશભાઈ ભરવાડ વગેરે જોડાયા હતા.