ભચાઉ સર્કિટ હાઉસ મધ્યે જય ભીમ ગ્રુપ દ્રારા મિટિંગનો આયોજન કરવામાં આવ્યો....
March 09, 2025
0
ભચાઉ અનુસુચિત જાતિ સમાજ ના આગેવાનો ની એક મિટિંગ ભચાઉ સરકારી ગેસ્ટ હાઉસ મુકામે યોજાયેલ.સમાજના વરિષ્ઠ આગેવાનો ની ઉપસ્થિતિ માં આજની મિટિંગ નું પ્રમુખ સ્થાન ખેતશીભાઈ મારુ એ શોભાવેલ.ભચાઉ નગરમાં તથા તાલુકા માં બાબાસાહેબ આંબેડકર ની વિચારધારા ને સાંસ્કૃતિક, શૈક્ષણિક રીતે આગળ વધારવા માટે ""જયભીમ ગૃપ"" ભચાઉ શહેર સંગઠન તથા ભચાઉ તાલુકા સંગઠનની રચના ને કાયદેસર રજિસ્ટ્રેશન સ્વરુપે આગળ વધારવા ઉપસ્થિત સૌ આગેવાનો એ સ્વિકૃતિ આપેલ.ભચાઉ શહેર જયભીમ ગૃપ ના પ્રમુખ તરીકે વ્યવસાયે સિનિયર પત્રકાર કાનજીભાઇ હીરાભાઈ રાઠોડ ની વરણી કરવામાં આવેલ હતી.શહેર જયભીમ ગૃપના મહામંત્રી તરીકે મનજીભાઈ રાઠોડ સર ની વરણી કરવામાં આવી હતી.ભચાઉ તાલુકા શહેર જયભીમ ગૃપના પ્રમુખ તરીકે સવજીભાઇ ગેલાભાઈ પરમાર,ચોપડવા ની વરણી કરવામાં આવી હતી.તાલુકા મહામંત્રી તરીકે રાહુલભાઈ વાણીયા સાહેબ ની વરણી કરવામાં આવી હતી.સામુહિક રીતે ગામડાઓમાં પ્રવાસ કરી ને તાલુકા સંગઠન ને મજબુત બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.શહેર જયભીમ ગૃપ માં ચાર મંત્રીઓની તથા ચાર ઉપપ્રમુખશ્રી, ખજાનચી, સંગઠક મંત્રીની નિમણૂંક કરવા બાબતે આગામી બે દિવસમાં કામગીરી કરવામાં આવશે.તાલુકા સંગઠન માં પણ ચાર ઉપપ્રમુખશ્રી,ચાર મંત્રીઓની સમિતિ તથા ખજાનચી, સંગઠન મંત્રી ઓ ની નિમણૂક માટે પ્રવાસ કરી ને નિમણૂક આપવાં ઠરાવવામાં આવેલ.ઉપસ્થિત આગેવાનો એ એક સૂરે દલિત સમાજ ના વિસ્તારમાં અસામાજીક તત્વો ના ત્રાસ અંગે પોલીસ નું ધ્યાન દોરવા તથા સમાજ ના યુવાનો ને શિક્ષણ રોજગારી માટે હંમેશા સહયોગ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.હરિભાઈ પરમારે વાડાવાદ કરનારા લોકો થી સાવધાન રહેવાની જરૂર ઉપર ભાર મુકેલ, વેલજીભાઈ સુડા એ વ્યસનો થી મુક્ત સમાજ ની વાતો કરી હતી.સાનુભાઈ વાઘેલા એ રોજગારી ની તથા પ્રેમ પરમારે અન્ય સમાજો સાથે દલિતો એ ભાગીદારી વધારવા ભાર મૂકેલ.સવજીભાઈ પરમાર તથા રાહુલ વાણીયા એ ગામડાઓમાં શિક્ષણ આરોગ્ય રોજગારી સુવિધાઓ અંગે ચિંતન કરેલ*બેઠક માં ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત પ્રવચન શહેર જયભીમ ગૃપ પ્રમુખ કાનજીભાઇ રાઠોડે તથા આભાર વિધિ કચ્છ નું સુરજ ના તંત્રી જયેશ ભાઈ ધૈયડા એ કરેલ.મનજીભાઈ તથા રાહુલ વાણીયા એ પારદર્શક વહીવટ ની ખાત્રી આપી હતી.આજની બેઠક માં મહેશભાઈ પેઈન્ટર, સવજીભાઇ પરમાર, કાનજીભાઇ રાઠોડ, પેથાભાઈ ધવડ વેલજીભાઈ સુડા, મનજીભાઈ રાઠોડ,ખેતશીભાઈ મારુ, સાનુભાઈ વાઘેલા, પ્રવિણભાઇ દાફડા, પ્રેમ પરમાર, સુરેશ ચાવડા, હરીભાઇ પરમાર, અશોક પરમાર, રાહુલ વાણીયા, રામજીભાઈ પતારીયા, જગદીશભાઈ પરમાર, ગણેશભાઈ ગરવા, ગણેશ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત આગેવાનો એ તન,મન,ધન થી આ જયભીમ ગૃપ ને સહયોગ આપવાની ખાતરી આપી હતી.આગામી ૧૪ મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકર ના જીવન દર્શન ને લગતી સ્પર્ધા ઓ યોજી ને આપણા સમાજ ના બાળકો માં બાબાસાહેબ આંબેડકર ની વિચારધારા ને મજબુત બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે આગામી રવિવારે બીજી મિટિંગમાં કાર્યક્રમ ને આખરી ઓપ આપવામાં આવશે.આ બાબતે જયભીમ ગૃપ ના મિડિયા કન્વીનરશ્રી સુરેશભાઈ ચાવડા એ જણાવ્યું હતું
Share to other apps



