- દેશવાસીઓ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી ન્યાય ઈચ્છી રહ્યા છે અને સરકાર માત્ર નિવેદનો આપી રહી છે - અશોક રાઠોડ
રાપર શહેરના દેનાબેંક ચોક વિસ્તાર મધ્યે વિવિધ સંગઠનો સંયુક્ત ઉપક્રમે શહેરી જનોએ શહેરના દેનાબેંક ચોક ખાતે પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં આતંકવાદનું પૂતળા દહન કર્યું હતું. અને આ આત્મઘાતી હુમલાના મૃતકો ને મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી તેમજ લોકોએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગત ૨૨ એપ્રિલ ના રોજ જમ્મુ કાશ્મીર ના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો બોલાવવાની માંગ કરી હતી
વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તેમણે ભારત સરકાર પાસે આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી . આ પ્રસંગે રાપર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અશોકભાઈ રાઠોડે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્રારા સતત આતંકવાદીઓ ને પ્રોત્સાહન આપી ભારત પર નજર બગાડવામા આવી રહી છે આતંકવાદ ના કારણે અવાર નવાર ભારતીય સેના સહિત નાગરિકો ને મોતને ઘાટ ઉતારવામા આવી રહ્યા છે ૨૨ એપ્રિલ ના પહેલગામ માં બનેલી ઘટનાએ આખા ભારત ને નબળું બતાવવાની કોશિશ પાકિસ્તાન દ્વારા થઈ છે આ ઘટનાને લઈને હાલે આખા દેશનું મિડિયા સરકાર તરફી છે વિપક્ષ સરકાર તરફી છે , જનતા સરકાર તરફી છે તો પછી સરકાર ની એવી જવાબદારી બને છે કે ભવિષ્યમાં પણ પાકિસ્તાન દ્રારા આવી નાપાક હરકત ના થાય એવી કાર્યવાહી કરવી જોઈએ પાલી એમનું પાણી અને વિઝા બંધ કરવાથી એમની સાન ઠેકાણે નહીં આવે પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ આપવો પડશે આજે દેશ સરકાર પાસેથી જવાબી કાર્યવાહી કરી ન્યાય ઈચ્છી રહ્યો છે અને સરકાર માત્ર નિવેદનો આપી રહી છે જેથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી તમામ ભારતીયો પાકિસ્તાન ની વિરુધ્ધ નક્કર કાર્યવાહી અને ન્યાય ઇચ્છી રહ્યા છે એટલે સરકાર ખાલી નિવેદનો આપવાનુ બંધ કરે અને દેશને આતંકવાદથી મુક્ત કરવા પગલાં ભરે
આ વેળાએ નશા દયા,શહેર લાલજી કારોત્રા, ,વિનુભાઈ,નગર પાલિકા પ્રમુખ ચાંદભાઈ ઠક્કર થાનકી,મદુભા વાઘેલા,અશોક રાઠોડ,હરેશ ઠાકોર, દિલીપભાઈ ગોહિલ, અમરતભાઈ કારીયા, અનોપસિંહ વાઘેલા , ઋષભ ચરલા,અજય સોની,રામજીભાઈ રાજપૂત સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા જોડાયા હતા.