
મોટીવેશનલ સુનિલભાઈ જાદવ સાહેબે બાબાસાહેબ આંબેડકર ના સંઘર્ષ ગાથા સાથે શિક્ષણ અને તાલીમ નું મહત્વ સમજાવયુ હતું.જાદવ સાહેબે આવનારા દિવસોમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે સખત પ્રયાસ કરીએ અને હજારો વચ્ચે એકાદ વ્યક્તિ આઈપીએસ અધિકારી બનતા હોય છે.એ એક વિધાર્થી તમારા માંથી હોય એવી ટકોર કરી હતી.સુનિલભાઈ જાદવે પોતાના સંઘર્ષ સાથે પોતાના બાળપણના સપના એવા કોલેજમાં પ્રોફેસર બનવાની ગાથા કહી હતી.સતત આવા શૈક્ષણિક સામાજિક કાર્યક્રમો થકી સમાજમાં પરિવર્તન આવી શકે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.મારો સમાજ સંસ્થાપક અને સંચાલક ગોવિંદભાઈ એ સમાજ ના બાળકો ને જુદી જુદી શાળા ઓ,
કોલેજમાં અભ્યાસ બાબતે બે હજાર બાળકો ને શિક્ષણ આપતા હોવાની વાત કરી હતી.જયભીમ ગૃપ ભચાઉ શહેર તથા તાલુકા ના પ્રમુખ, મંત્રી, યુવા પ્રમુખ, મંત્રી તથા ગૃપના તમામ સભ્યો એ ખુબ જ જહેમત ઉઠાવી હતી.સમાજના તમામ બાળકોને જેઓ સારા ગુણ સાથે ઉત્તિર્ણ થયા છે એ તમામ ને શિલ્ડ આપવામાં આવ્યા હતા.આખાય કાર્યક્રમ માં મહેમાનો શિવાય તાલુકા માં ધોરણ 10 તથા 12 માં ધોરણ માં પ્રથમ આવેલા બાળકો ને સ્ટેજ ઉપર બેસાડી એમના હાથે સમાજ ના બાળકો ને સંનમાન આપવામાં આવ્યું હતું.આખાય કાર્યક્રમ નું સંચાલન કન્યા શાળા ભચાઉ આચાર્ય ભરતભાઈ વાણીયા સાહેબે કર્યું હતું.આભાર વિધિ અશ્વિન રાઠોડે કરી હતી.જયભીમ ગૃપ મિડિયા કન્વીનરશ્રી સુરેશભાઈ ચાવડા એ જણાવ્યું હતું.