ઈલેક્ટ્રોથેર્મ (ઈન્ડિયા) લિમિટેડ. – સામખીયારી કંપનીના મુખ્ય તાલીમ હોલ મધ્યે ટ્રાફિક જાગૃતિ અને સાયબરક્રાઈમ અંગેનું તાલીમ સત્ર યોજાવામા આવ્યું હતું.આ કાર્યક્રમમાં સામખીયારી પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી વી.કે. ગઢવી સાહેબ, હેડ કોન્સ્ટેબલ શ્રી નરેશભાઈ રાઠવા અને કોન્સ્ટેબલ શ્રી રાજેશકુમાર જોષી ઉપસ્થિત રહ્યા હતા. સત્ર દરમિયાન ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી માટે જરૂરી સૂચનો, સાયબર ગુનાઓના ધોખા-ધડી અને સુરક્ષિત રહેવાના ઉપાય, વાસ્તવિક ઘટનાઓના ઉદાહરણો દ્વારા સમજાવટ, ગુનાઓ સામે ઝડપથી અને યોગ્ય પ્રતિક્રિયા આપવાની રીતો વગેરે મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. કંપનીના અનેક કર્મચારીઓએ હાજરી આપી, સત્રથી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.