આ અભિયાનનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો અને તેના નિવારણ માટે સામૂહિક પ્રયાસો તરફ લોકોનું ધ્યાન દોરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પુનઃઉપયોગ અને રિસાયકલિંગ અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે સ્થાનિક રહીશો અને કંપનીના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાન દ્વારા પૉલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે સમર્પિત પ્રયાસોની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. જ્યારે કાર્યક્રમનું સમગ્ર આયોજન ઈલેક્ટ્રોથેર્મ (ઈન્ડિયા) લિમિટેડ.ના HR અને એડમિન વિભાગના વડા શ્રી જયવીરસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા સંકલિત રીતે કરવામાં આવ્યું.
ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ, રિજનલ ઓફિસ( કચ્છ - પૂર્વ) દ્વારા“Ending Plastic Pollution Globally” વિશેષ અભિયાનનું આયોજન ઈલેક્ટ્રોથેર્મ (ઈન્ડિયા) લિમિટેડ.-સામખિયારી કોલોની ખાતે કરવામાં આવ્યો...
May 29, 2025
0
ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ, રિજનલ ઓફિસ – ગાંધીધામ ( કચ્છ - પૂર્વ) દ્વારા તારીખ 28 મે, 2025ના રોજ “Ending Plastic Pollution Globally” વિષયક વિશેષ અભિયાનનું સફળ આયોજન ઈલેક્ટ્રોથેર્મ (ઈન્ડિયા) લિમિટેડ.-સામખિયારી કોલોની ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય મેહમાન જી.પી.સી.બી.ના રીજનલ ઑફિસર શ્રી ફાલ્ગુન મોદી સાહેબ અને એમનિ ટિમ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
Share to other apps