આ પૌરાણિક અને ઐતિહાસિક ભૂમિ પર જે જગ્યાએ રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજીનું નાનું મંદિર આવેલું હતું તે જગ્યા પર ગણેશ ટીંબી વિકાસ ટ્રસ્ટ અને મંદિર નવનિર્માણ સમિતિ ના કાર્યકર્તાઓની દિવસ રાતની મહેનત બાદ એક ભવ્ય મંદિર આકાર લઈ ચૂક્યું છે અને જેમાં મુખ્ય આર્થિક ફાળો ભચાઉ ના પટેલ સમાજ ના આગેવાન યુવાન ભરતભાઈ ખીમજીભાઈ કાવતરા પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે જેમણે ₹35 લાખથી વધુના ખર્ચે આ મંદિર નિર્માણ કરવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે તે ઉપરાંત ભચાઉ શહેરના વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ દાન આપીને મંદિર નિર્માણ કરવામાં આગળ આવી રહ્યા છે
ગણેશ ટીંબી મંદિર નવનિર્માણ સમિતિના વિકાસભાઈ રાજગોર, શૈલેષભાઈ પ્રજાપતિ, ભાવેશ બાવાજી, ખીમજીભાઈ પ્રજાપતિ, હશુંભાઈ દરજી, ગીરીશભાઈ દરજી, હિરેનભાઈ દરજી, અરવિંદસિંહ જાડેજા તેમજ વિવિધ સમાજના યુવાન કાર્યકર્તાઓ અને આગેવાનો મંદિર નવનિર્માણ અને આ જગ્યાના નવનિર્માણ માટે વર્ષોથી જોડાયેલા રહી શહેરને એક ઐતિહાસિક અને ફરવા લાયક જગ્યા આપેલી છે અને ગણેશ પર બનેલ ભવ્ય મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આગામી ભાદરવા સુદ ત્રીજ ચોથ ના તારીખ 26 અને 27 ના યોજાવાની છે જેમાં સમસ્ત ગ્રામજનોને હાજરી આપવા અને મહાપ્રસાદ માં જોડાવાનું આમંત્રણ પણ અપાયું છે
ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન ભરતભાઈ કાવતરા પરિવાર પણ વર્ષોથી આ જગ્યા સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયેલા છે અને તેમની શ્રદ્ધા થી પ્રેરાઇ ને ગણેશજીના ભવ્ય મંદિર નિર્માણ માં 35 લાખ જેવી રકમ તેમના દ્વારા આપવામાં આવી છે તે સાથે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવ માં ભોજન ના દાતા તરીકે હિનાબેન હીરજી ફટક પટેલ પરિવારે સેવા નો લાભ લીધો છે
ગણેશ ટીંબી નવનિર્માણ કાર્યમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા સહિત પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી પૃર્વ નગરપાલિકા પ્રમુખ અશોકસિંહ ઝાલા,તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા પણ આ જગ્યાના નવનિર્માણ માટે સરકારી ગ્રાન્ટો લાવવામાં પણ ખૂબ સહયોગી રહ્યા છે અને તેમના દ્વારા પણ સતત સહયોગ અપાતો રહ્યો છે ત્યારે આ જગ્યા ઐતિહાસિક અને પૌરાણિક હોવા છતાં તેનું મહત્વ આજ દિવસ સુધી ઘટ્યું નથી અને દિવસો દિવસ લોકોની શ્રદ્ધા આ જગ્યા સાથે જોડાઈ રહી છે