પૂર્વ કચ્છની ખેતી લાયક જમીન પર દબંગગીરી કરી અને પ્રાઇવેટ કંપની પોતાના ફાયદા બાજુ જોઈ અને ખેડૂતોને અવર નવર હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છના SP સાહેબ પણ ધણી વખત લોકોને કહેતા હોય છે પોલીસ પ્રજાનો મિત્ર છે ત્યારે આ કેવા મિત્ર છે જે ખેડૂતોને શોધી શોધી પોલીસ મથકે લઈ જઈ રહ્યા છે. આ બાબતે પૂર્વ કચ્છના અધિકારી અને ચૂંટાયેલ નેતા તેમજ ધારાસભ્ય પણ મૌન કેમ ? ખેડૂતો અને લોકો પાસે મત માંગવા જતા નેતા પણ ગુમ થઈ ગયા છે ? કે પછી આ કંપનીમાં તેનો કોઈ કામ રાખેલ છે ? આ બાબતે ટૂંક સમયમાં સ્થાનિક ખેડૂતો આંદોલન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વિસ્તારમાં તો ગોપાલ ઇટાલિયા અને જીગ્નેશ મેવાની જેવા ધારાસભ્ય અને નેતાની જરૂર છે કારણે કે જ્યાં અધિકારીની જરૂર છે ત્યાં અધિકારી દેખાતા નહીં અને જ્યાં ના હોવા જોઈએ ત્યાં દેખાય છે ખેડૂતોની માલિકીની જમીન પર દબંગગીરી કરી અને ખેડૂતોને હેરાન પરેશાન કરી અને આ પ્રાઇવેટ કંપની પોતાનો ફાયદો કરી રહી છે અને ખેડૂતોનો નુકશાન કરી રહી છે
જમીન માલિકીની જમીન પર દબંગગીરી કરનાર પર દાદાની કાર્યવાહી થશે ? જનતાના મિત્રો ખેડૂતોને પકડી પકડીને લઈ જઈ રહ્યા છે
August 25, 2025
0
Tags
Share to other apps

