વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલવા મામલે ભચાઉ શહેર અને તાલુકા ભાજપ દ્વારા નગર પાલિકા પાસે વિરોધ પ્રદર્શન કર્યું, અને રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ નોંધાયો હતો.
રાહુલ ગાંધી વોટ ચોરીના મામલે બિહારમાં વોટર અધિકારી યાત્રા કરી રહ્યા છે. 27 ઓગસ્ટના દિવસે બિહારના દરબંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકારી યાત્રા કરવામાં આવી હતી, ત્યાં સ્વાગત મંચ બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બિહાર યુથ કોંગ્રેસના મોહમ્મદ નોશાદે આયોજિત કર્યો હતો. તે જ સમયે અચાનક મોહમ્મદ રીઝવી ઉર્ફે રાજા નામનો વ્યક્તિ આવીને માઈક પરથી પીએમ મોદીને અને તેમની માતાને અપશબ્દો ઉચાર્યા હતા. તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર ન હતા.આ મુદ્દે ઘણા દિવસોથી શાંત રહેલી ભાજપ અચાનક જ સક્રિય મૂડમાં આવી ગઈ છે. રોડ-રસ્તા પર ભાજપ કાર્યકર્તાઓ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભચાઉ શહેરમાં આવેલ નગર પાલિકા પાસે રાહુલ ગાંધીનું પૂતળુ બાળીને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલ કોટકે જણાવ્યું હતું કે,આ ઘટના ના કારણે દેશની 140 કરોડની જનતાને આઘાત પહોંચ્યો છે. અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સહન કરવામાં નહી આવે એટલા માટે જ આજે અમે સડક પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. રાહુલ ગાંધી માફી માંગે એવી અમારી અપેક્ષા છે. વિરોધ પ્રદર્શનમાં ભાજપના શહેર પ્રમુખ વિશાલ કોટક,તાલુકા પ્રમુખ વાઘજીભાઇ છાંગા,રાપરના ધારાસભ્યના પુત્ર કુલદીપસિંહ જાડેજા,જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા,APMC ભચાઉના પ્રમુખ વાધુભા જાડેજા,ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા,અશ્વિનભાઈ, લાખભાઈ તેમજ શહેર અને તાલુકા ભાજપના નેતાઓ અને કાર્યકર્તા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા...
રિપોર્ટ : જયેશ ધેયડા