ચેમ્બર ઓફ કોમર્સ અને પૂજા નારી શક્તિ ફાઉન્ડેશન દ્વારા હૃદય રોગ અંગે જાગૃતિ ફેલાવવા દિલની વાતો નામથી સેમિનાર યોજાશે.....
September 02, 2025
0
હાલ ખાસ કરીને યુવાઓમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ઉપરાંત કચ્છમાં હાર્ટની બીમારીના કિસ્સા વધ્યા છે ત્યારે ગાંધીધામમાં હાર્ટ એટેક નહીં હાર્ટ એટેકના ડરથી બચો વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ગુજરાતના હાર્ટ સ્પેશિયાલીસ્ટ ડો. સ્વપ્નિલ શાહ અને જાણીતા સ્પીકર જય વસાવડા ઉપસ્થિત રહેશે.કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત અને પૂજા નારી શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી હૃદય રોગ અંગે જાગૃતિ ફેલાવવા દિલની વાતો નામથી સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારમાં હાર્ટ એટેક નહીં હાર્ટ એટેકના ડરથી બચો વિષય ઉપર ગુજરાતના જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ અને હાર્ટના ૫૦૦૦ જેટલા દર્દીઓનું નિદાન કરનાર ડૉ. સ્વપ્નિલ શાહ તબીબી ભાષામાં લોકોને વિગતવાર સમજણ પૂરી પાડશે. ઉપરાંત દેશ વિદેશમાં નામના મેળવનાર લેખક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડા પોતાની આગવી શૈલીમાં લોકોને જીવનમાં હળવાફૂલ બનીને રહેવા માટે અંગે સ્પીચ આપશે. ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સ ખાતે આગામી ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે આ કાર્યક્રમ યોજાશે. આ સેમિનારના ફ્રી પાસ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ પૂજા નારી શક્તિ ફાઉન્ડેશનની આદિપુર ઓફિસ ખાતેથી મળી શકશે. વધુ માહિતી માટે પૂજા પરિયાની મો. 97256 63411 ઉપર સંપર્ક કરી શકો છો.
Share to other apps

