આમ આ અનિલ ભવન રાજપુત (ખવાસ) ઉચ્ચ જ્ઞાતિનો તેમજ ઉચી લાગવગ વાળો હોઈ અને નવીને બંનેનો ફુટ વેચવાનો ધંધો હોઈ નવીનનો ધંધો બંધ કરાવવાના હેતુથી ગ્રાહકોને પોતે ઉચ્ચ જ્ઞાતિનો જણાવી નવીનને ગ્રાહકો સમક્ષ હલકો પાડી ગ્રાહકો સમક્ષ નવીનને જાતિ અપમાનિત કરેલ અને નવીન આવુ કરવાની ના પાડતા નવીન ને ભુંડી ગાળો આપી માર વાની ધમકી આપી જાતિ વિરુધ્ધ અપમાન કરેલ હોઈ જેની બીકના કારણે નવીન ધંધો ચાલુ કરી શકતો ન હોઈ તેની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી..
દલિત યુવાને આભડછેટના લીધે ઝેરી દવા પીધી! રાપર પોલીસને ચાર મહિના પહેલા રજૂઆત છતાં કોઈ પગલાં નહીં ???
September 05, 2025
0
રાપરમાં રેંકડી પર ફળ, ફ્રૂટનો છૂટક વેચાણ કરતા અનુસૂચિત જાતિના યુવાન નવીને ધેયડાએ આભડછેડથી કંટાળીને ઝેરી દવા પી લેતા ચકચાર મે ગઈ છે. નવીને ઝેરી દવા પીતા પહેલા જારી કરેલ વીડિયોમાં પોતાની સાથે થતો આભડછેટ મામલે પોલીસને રજૂઆત કરી હતી પણ રાપર પોલીસે કોઈ જ પગલા ના લીધાનો ગંભીર આરોપ દલિત યુવાને કર્યો છે ! સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં અને રાપર પોલીસમાં કરેલી અરજીમાં રાપરના ખાડીવાસમાં રહેતા નવીન રામજી ધેયડા નામના યુવાને આરોપ કર્યો છે કે બસ સ્ટેશન નજીક તે ફળ ફ્રૂટની લારી ચલાવે છે તેની બાજુમાં છૂટક ફ્રુટનો વેચાણ કરતો અનિલ ભવન રાજપૂત ( ખવાસ ) નવીન પાસે આવતા ગ્રાહકોને એમ કહીને ભરમાવે છે કે તે નીચી જાતિનો છે અને તેની પાસેથી અભડાયેલા ફળ ફ્રૂટ ખરીદશો તો હોમ હવનમાં કામ નહીં આવે.તો બીજી તરફ, વાયરલ વીડિયોમાં નવીન ધેયડા એમ કહેતો જણાય છે કે તારીખ ચાર મહિના પહેલા (૦૩/૦૪/૨૦૨૫) તેણે રાપર પોલીસ મથકમાં આ મામલે મંગિલસિંહ અને અનિલ સામે ફરિયાદ અરજી આપેલી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હોતી. મામલે શું થયું તે જાણવા પોલીસ મથકે ફોન કરેલો પણ કોઈ જવાબ મળ્યો ન હોતો.આ બાબતે ચાર વર્ષ પહેલા પણ નાની બોલા ચાલી થઈ હતી અને નવીને ફૂટનો ધંધો બંધ રાખ્યો હતો જ્યાર બાદ સામાજિક આગવાનો એ અને રાપર પોલીસે બંને વચ્ચે સમાધાન થયો હોવાનો અરજીમાં નવીને જણાવ્યો હતો. આ મંગલસિંહ પોતાને હોમગાર્ડ દળનો સિનિયર માણસ ગણાવીને તું એસપી, આઈજી જોડે જઈશ તો પણ તારી ફરિયાદ પર કોઈ પગલાં નહીં લેવાય તેવું કહેતો હોવાનું નવીન આરોપ કરે છે. હવે રાપર પોલીસ અનિલ વિરુદ્ધ ગુનો નોંધાશે ????રાપર મધ્યે બસસ્ટેશનની બાજુમાં ફળોની લારી લગાવી વેચાણ કરી નવીન પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે ગત તા. ૦૨/૦૪/૨૦૨૫ ના રોજ સાંજના છ એક વાગ્યે નવીન ફુટની લારી પર ફુટ વેચાણ કરતો હતો ત્યારે એક ગ્રાહક જેને નવીન ઓળખતો નથી તે નવીન પાસે ફ્રુટ લેવા આવેલ ત્યારે નવીનની બાજુમાં જ આવેલ ફુટની લારી વાળા અનિલ ભવન રાજપુત (ખવાસ) રહે. તકીયાવાસ, રાપર વાળો નવીન પાસે આવેલ ગ્રાહકને કહેવા લાગેલ કે આ ફુટ વાળો દલિત છે. અને તેની પાસેથી ફુટ ખરીદશો તો તમારે આ ફુટ કોઈ હોમ હવન કે સેવાપુજામાં કામ નહી આવે. અને તેણે આવુ કીધુ એટલે તે ગ્રાહક નવીન પાસેથી ફુટ ખરીદવાના બદલે તેની પાસેથી ફુટ ખરીદી ત્યાંથી ચાલ્યા ગયેલ. અને નવીન ગ્રાહકના ગયા પછી આ અનિલ ભવન રાજપુત (ખવાસ)ને આવુ કરવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેવા લાગેલ કે તું ?? છો અને અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે અને આ બધા અત્યારે સેવાપુજા તથા હોમહવન માટે ફુટ ખરીદે છે. અને તારા ફુટ અભડાયેલ કેવાય અને તારા ફુટ કામ ના આવે તેથી હમણાં તારી ફુટની લારી બંધ કરી નાખજે નહીતર તને સીધો કરવો પડશે તેમ કહી ગાળ ì આપી મારવાની ધમકી આપી જાતિ અપમાનિત કરવા લાગેલ. જેથી તેથી નવીનને બીક લાગતાં નવીને ફુટની લારી બંધ કરી ત્યાંથી ચાલ્યો ગયેલ..આજથી ચારેક વર્ષ અગાઉ પણ આ અનિલ ભવન રાજપુત (ખવાસ)એ આવી રીતે જ નવીને જાતિ અપમાનિત કરી નવીનના ફુટના ધંધામાં અડચણ કરેલ ત્યારે નવીને રાપરના આગેવાનો તથા પોલીસમાં વાત કરતાં નવીન વચ્ચે સમાધાન કરાવેલ અને તેણે ફરીવાર આવુ ના કરવાની બાંહેધરી આપેલ. તેમ છતાં હાલે ફરીથી આ અનિલ ભવન રાજપુત (ખવાસ) નવીનના ફુટના ધંધામાં અડચણરૂપ બની અમને ભુંડી ગાળો બોલી જાતિ વિરુધ્ધ અપમાનિત કરી નવીનને મારવાની ધમકી આપેલ હોઈ તેમની બીક લાગતાં નવીને ફુટની લારી બંધ રાખેલ અને પોલીસે મથકે રજૂઆત કરેલ.
Tags
Share to other apps