પ્રતિનિધિ જયેશ ધેયડા
ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર આવેલ ચોપડવા બ્રિજમાં વાહનોની અવર જવર બંધ ! નેશનલ હાઈવે વિભાગ કામગીરી કરશે ??
September 07, 2025
0
ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવેમાં અનેક રોડ રસ્તા ખરાબ હાલતમાં છે જ્યાં જોવો ત્યાં ખાડા દેખાતા નજરે આવે છે ભચાઉથી ગાંધીધામ નેશનલ હાઇવે વચ્ચે અનેક જગ્યાએ રસ્તા ખરાબ હાલતમાં છે વાહનો પાસે પૂરો ટોલ વસૂલતો ટોલ પ્લાઝા આ સમસ્યાનો નિરાકરણ લાવશે ? ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે જ્યાં ચોપડવા રેલવે અંડર બ્રિજમાં દર વર્ષની જેમ આ વરશે પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવર જવર બંધ પડી ગઈ છે ! અનેક વાહનો પણ વચ્ચે ફસાઈ ગયા છે પણ નેશનલ હાઈવે વિભાગના જવાબદાર અધિકારીને આ સમસ્યા નજરે નથી આવતી ? દરેક વાહન પાસે ટોલ વસૂલાય છે પણ સમસ્યા ઉકેલાતી નથી ? આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ સ્થાનિક વિસ્તારોની સમસ્યા સાંભળવા ક્યારે આવશે લોકો પાસે ? કે ખાલી ચૂંટણી હોય ત્યારે લોકોના મત અને લોકોને ખોટા વાયદા કરવા આવે છે ? હવે તો રોડ નહીં તો ટોલ નહીં આંદોલન શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે...
Share to other apps

