ભચાઉ શહેરમાં અવર નવર સ્થાનિક લોકોની સમસ્યા અંગે રજૂઆત કરતા હોય છે અને વિરોધ પણ કરતા હોય છે ત્યારે આજ ભચાઉ મામલતદારને ભચાઉ શહેર કોર કમિટિના પ્રમુખ દ્રારા દિન દયાળ ભંડારની દુકાન બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ભચાઉ શહેર મુસ્લિમ યુવા કોર કમિટિના પ્રમુખઈકબાલભાઈ સિંકદર શેખ દ્રારા ભચાઉ મામલતદાર કચેરી ખાતે રાશનની દુકાન બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ઈકબાલભાઈ શેખના જણાવ્યું અનુસાર ભચાઉ શહેરમાં આવેલ દીનદયાળ ભંડાર ભચાઉ નં.4 (ભવાની પુર) યથા સ્થિતિમાં ચાલુ રાખવામાં સ્થાનિક લોકો સાથે ભચાઉ શહેર મુસ્લિમ યુવા કોર કમિટિના પ્રમુખ દ્રારા તંત્ર ને રજૂઆત કરવામાં આવી હતી ભચાઉ શહેરના હિંમતપુરા વિસ્તારની ભવાનીપુર નં.4 દિન દયાળ રાશનની દુકાનના ગ્રાહકો ૭૦૦ થી વધારે છે જેમાં બે ભાગ પાડવામાં આવ્યા છે જેના રહેઠાણ વિસ્તારથી પણ બે થી ત્રણ કિલો મીટર સુધી દૂર છે ગ્રાહકોને રાશન લેવા પણ મુશ્કેલી પડી રહી છે તેવામાં આ રાશનની દુકાનનો સ્થળ બદલાવમાં આવી રહ્યો છે
ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ ર્ક્યો છે આ વિસ્તારમાં ઘણા લોકો બી.પી.એલ લાભાર્થી ગ્રાહકોની સંખ્યા વધારે છે તેમજ આ વિસ્તારમાં ગરીબ લોકો રહે છે વારંવાર રાશનની દુકાન બદલાતી હોવાથી મળવાપાત્ર રાશનથી વંચિત રહી જાય છે તંત્ર પાસે સ્થાનિક લોકો એ એક જ માંગ કરી છે આ રાશનની દુકાન બદલાય નહીં જો બદલાશે તો સ્થાનિક લોકો સાથે ભચાઉ શહેર મુસ્લિમ યુવા કોર કમિટિ દ્રારા આંદોલન કરવામાં આવશે..