રાશનકાર્ડ ધારકોની 3000 ની સંખ્યા ઉપર એક દુકાન ના નિયમ કચ્છ જિલ્લા ને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા માં થી રદ્દ કરાવવા ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઇ ઢીલાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો......
September 24, 2025
0
તાજેતરમાં ભચાઉ તાલુકા કોંગ્રેસના ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાત સરકારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર ની 3000 ગ્રાહક સંખ્યા ઉપર એક રેશનિંગની દુકાન જ ચાલુ રાખવા નો નિયમ બનાવ્યો છે.જેનુ અમલીકરણ કચ્છ જિલ્લા માં મુલતવી રાખવામાં આવે અને ખાસ તો ભચાઉ તાલુકાના ગામડાઓમાં જ્યાં ખડીર જેવા રણ વિસ્તારમાં મોટા રણ ની વચ્ચે બેટ આવેલું છે જેમાં બાર ગામ વચ્ચે પચીસ ત્રીસ કિલોનું અંતર આવેલું છે.જેની રેશનકાર્ડ ધારકોની સંખ્યા ચાર હજાર થી પણ ઓછી છે.જેના કારણે આ બાર ગામ વચ્ચે એકજ રેશનિંગની દુકાન રહેવા પામે છે.જો એમ કરવામાં આવે તો ઘાટ કરતાં ઘડામણ મોઘુ થઈ જાય એવી સ્થિતિ નિર્માણ પામી શકે છે.આ પરિસ્થિતિ આખાય કચ્છ જિલ્લા માં થવાની શક્યતા ઓ રહેલી છે.કચ્છ પ્રદેશ ચારસો કિલોમીટર ની લંબાઈ ધરાવતો વિશાળ પ્રદેશ છે.જેમા જનસંખ્યા નું રહેણાંક સરેરાશ સૌથી ઓછું છે.જો 3000 ગ્રાહકો વચ્ચે એક દુકાન નો નિયમ લાગુ થશે તો ગરીબો અને બીપીએલ ધારકોને વીસ પચીસ કિલોમીટર ને અંતરે રાશન લેવા જવું મોંઘુ પડશે.તેમજ ખાસ સંજોગોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહેલી છે.વળી ગ્રાહકો નું એક સો રૂપિયા નું રાશન લેવા જવાનું ખર્ચ દોઢસોથી બસ્સો થાય એવી શક્યતા રહેલી છે.જેથી આ નિયમ ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં શક્ય છે . પરંતુ કચ્છ જેવા ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા જિલ્લા માં થી આ નિયમ ની બાદબાકી કરાવી ગામેગામ ચાલતી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર ને યથાસ્થાને રખાવી લોકો ને હાલાકી થી બચાવી એમના અન્ન સુરક્ષા અધિકારનુ રક્ષણ કરાવવામાં આવે...
Share to other apps