નવચેતન અંધજન મંડળ વૃધ્ધાશ્રમ ભચાઉ મધ્યે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી
October 02, 2025
0
નવચેતન અંધજન મંડળ (માધાપર) સંચાલિત વૃધ્ધાશ્રમ ભચાઉ માં "આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી જેમાં તા.૩૦/૦૯/૨૦૨૫ ના રોજ સંસ્થાના વૃધ્ધજનોની મંત્રીશ્રી વનરાજસિંહ આર જાડેજા અને સભ્ય શ્રી નટુભા સોઢા તેમજ સ્ટાફગણના પ્રયાસ થકી સંસ્થા થી વોંધ ગેટ સુધી રેલી કાઢવામાં આવેલ જેમાં સર્વે વૃધ્ધજનોએ વૃધ્ધાવસ્થાને લગતા સૂત્રોચાર કર્યા હતા. બાદમાં આજ દિવસે સર્વે વૃધ્ધજનોને સંસ્થાના પરિસરમાં વિવિધ રમત ગમતો રમાડી આનંદ કર્યા હતા.તા.૦૧/૧૦/૨૦૨૫ ના સવારે 10:00 વાગે સંસ્થાના કાર્યક્રમ હોલમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધદિન 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાનોમાં શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા - ધારાસભ્યશ્રી રાપર મતવિસ્તાર, શ્રી જનકસિંહ જાડેજા-પ્રમુખશ્રી જિલ્લા પંચાયત કચ્છ ભુજ, શ્રી પેથાભાઇ રાઠોડ- પ્રમુખશ્રી નગરપાલિકા ભચાઉ, શ્રી એન એસ ચૌહાણ - જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ભુજ કચ્છ, શ્રી નવનીતભાઈ ગુજ્જર-પ્રેસિડેન્ટ કંડલા ટિમ્બર એસોસિયેશન ગાંધીધામ, શ્રી હીમાશુભાઈ મહેતા સભ્યશ્રી કંડલા ટીમ્બર એસોસિયેશન ગાંધીધામ,શ્રી એમ.પી સુથાર-પી.આઈ.સી.આઈ.ડી.આઈ.બી) અને રાજેન્દ્રસિંહ વી જાડેજા - સભ્યશ્રી નગરપાલિકા ભચાઉ હાજર રહ્યા હતા. જેઓનું મોમેન્ટો આપી અનુક્રમે સમારંભના અધ્યક્ષ શ્રી હીરાલાલ આર ચાવલા, સંસ્થાના જનરલ સેક્ટરીશ્રી લાલજીભાઈ એમ પ્રજાપતિ ખજાનચી ઝીણાભાઈ દબાસીયા, સભ્યશ્રી ખીમજીભાઈ વેકરીયા, સભ્યશ્રી દામજીભાઈ ઓઝા, મંત્રી શ્રી વનરાજસિંહ આર જાડેજા, અને ચીફ કોર્ડીનેટર દીપકભાઈ પ્રસાદે સન્માનિત કર્યા હતા.મંત્રીશ્રી ડીમાશુભાઈ સોમપુરા સંસ્થાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ શ્રી હીરાલાલ આર ચાવલા દ્વારા સંસ્થાના વૃધ્ધજન બાબુભાઇ પી પટેલ તેમજ ચમનભાઈ બી દરજીનું સાલ ઓઢાડી સન્માનીત કર્યા. પધારેલ મુખ્ય મહેમાન અતિથિ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનાએ પણ સંસ્થાના બે વૃદ્ધ જન પ્રભુલાલ જે સોની તથા ચંદુલાલ ટી મગતાણીને સન્માનિત કર્યા હતા. તા.૩૦/૦૯/૨૦૨૫ ના રમતોમાં વિજેતા વૃદ્ધજનોને પધારેલ મંચસ્થ મહેમાનોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.જે ઇનામો રોટરી ક્લબ ઓફ ભચાઉ તરફથી આપવામાં આવેલ કાર્યક્રમમાં પધારેલા નવનીતભાઈ ગજજર પેસિડેન્ટ કંડલા ટિમ્બર એસોસિયેશન ગાંધીધામ દ્વારા સંસ્થાને રૂપિયા 51,000 (અંકે રૂપિયા એકાવન હજાર પૂરા)નું અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતિમ તબક્કે સંસ્થાના ઉપપ્રમુખશ્રીએ પોતાનું ઉદબોધન આપેલ અને મંચ વૃદ્ધજનોને બે બોલ બોલવા માટે ખુલ્લું કર્યું હતું. જેમાં વૃદ્ધજન ગૌત્તમભાઈસોલંકી બાબુભાઈ પટેલ, કૈલાશભાઈ જેઠવાણી અનસુયાબેન પોતાના શબ્દો દ્વારા સંસ્થાના સર્વ ટ્રસ્ટીશ્રીઓનો આભાર અને આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં સંસ્થાના ખજાનચી શ્રી ઝીણાભાઈએ સર્વ મહેમાનો ટ્રસ્ટીગણનો આ કાર્યક્રમમાં સફળ બનાવવા આભાર અને અભિનંદન પાઠવ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ શ્રી લીલાબેન પંડયા એ કર્યું હતું.
Share to other apps