સુરેન્દ્રનગરમાં આવેલ એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની અંદર છત ઉપરથી પોપડુ નીચે પડતા ASAP એ કોલેજના પ્રિન્સિબલ પાસે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી..
October 04, 2025
0
ગુજરાતની અનેક શાળા કોલેજ બિસ્માર હાલતમાં પડી હોય તેવા દ્રશ્ય જોવા મળતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરની એક કોલેજમાં છતમાંથી પોપડુ નીચે પડતાં હોવાની ASAP ને માહિતી મળી હતી આ બાબતે કોલેજના પ્રિન્સિબલ પાસે યોગ્ય પગલાં લેવા અને કોલેજના ખરાબ રૂમમાં રિપેરિંગ કામ કરવામાં આવે તે માંગ કરી હતી તેમજ જો કોઈ જાનહાનિ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. કોલેજમાં ASAPના કાર્યકર્તાઓ દ્રારા એમપી શાહ આર્ટસ એન્ડ કોલેજના પ્રિન્સિબલને આવેદનપત્ર પાઠવ્યો હતો. કોલેજની સમસ્યા અંગે વિદ્યાર્થીઓ દ્રારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવાનો ASAP એ જણાવ્યો હતો વર્ગખંડમાં તો ઠીક છે પણ કોલેજ કાર્યાલયમાં પણ ક્યાંક બિલ્ડિંગ પણ જર્જરીત હાલતમાં હોય તેવો ASAP એ જણાવ્યો હતો. ASAP ગુજરાત સસેક્રેટરી કિશનભાઇ સોલંકીએ રિપેરિંગ કામ બાબતે રજૂઆત કરી છે...જેમાં ASAP સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ વેગડા,ચેતનભાઇ સોલંકી,કાર્તિકભાઈ જાદવ,વિજયભાઈ તેમજ ASAP ના કાર્યકર્તાઓ બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...
Share to other apps

