પ્રતિનિધિ : જયેશ ધેયડા
ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલે વોકેથોન 2025 યોજી સ્વસ્થ હૃદય માટેની જાગૃતતા વધારી, યોજાયેલી વોકેથોનમાં લગભગ 1,000 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
October 05, 2025
0
ગાંધીધામ, 05 ઓક્ટોબર, 2025 - ગુજરાતની અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન્સ પૈકીની એક સ્ટર્લિંગ હોસ્પિટલના નેજા હેઠળ કાર્યરત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ગાંધીધામમાં સૌપ્રથમ વખત વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્ટર્લિંગ વોકેથોન 2025'ના ટાઇટલ હેઠળની આ ઇવેન્ટ રવિવાર, 05 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 6.00 કલાકથી ગાંધીધામના ડી પી ટી ગ્રાઉન્ડથી મુંદ્રાઆ વોકેથોનનો ઉદ્દેશ્ય સ્વસ્થ હૃદય માટેની મોટાપાયે જાગૃતતા વધારવા માટેનો હતો. આધુનિક જીવનશૈલી, અપૂરતો વ્યાયામ, આરોગ્યની જાળવણી માટે અપૂરતી જાગૃતતા જેવા કારણોના લીધે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ વોકેથોન થકી લોકોમાં સ્વસ્થ હૃદય માટે મોટાપાયે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. ચાલો દિલ માટેના હેશટેગ સાથે યોજાયેલી આ વોકેથોનમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમાજના વિવિધ વર્ગની વ્યક્તિઓ સહિત અંદાજે 1,000 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંપૂર્ણપણે નિઃશુલ્કપણે યોજાયેલી આ ઇવેન્ટમાં ભાગ લેનાર વ્યક્તિને ટી-શર્ટ, સર્ટિફિકેટ તથા રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યા હતા. સર્કલ થઈને ડી પી ટી ગ્રાઉન્ડ સુધીના રૂટમાં યોજાઈ હતી.આ વોકેથોન અંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર શ્રી અભિષેક શર્માએ જણાવ્યું હતું કે ‘સ્ટર્લિંગ હોસ્પિટલ કરૂણાસભર, દર્દી-કેન્દ્રિત અભિગમ સાથે અત્યાધુનિક તબીબી સેવાઓનો સમન્વય કરીને દર્દીઓની આરોગ્ય સંભાળને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ આધુનિક સુવિધાઓ, શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કુશળ મેડિકલ સ્ટાફ સાથે સજ્જ છે. અમે ગાંધીધામના નાગરિકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ, આધુનિક અને કાળજીપૂર્વકની સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ".
Share to other apps